Saturday, April 26, 2025

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનીજ વાહનવહનનો પર્દાફાશ: ચાર ડમ્પર જપ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનીજ વાહનવહનનો પર્દાફાશ: ચાર ડમ્પર જપ્ત

મોરબી, તા. 03 ડિસેમ્બર, 2024: જે.એસ. વાઢેર, ભૂસ્તરશાસ્ત્રી, મોરબીની સૂચના મુજબ ખનીજ ચોરી અને ગેરકાયદેસર વાહનવહન સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે જિલ્લા કચેરીની ક્ષેત્રીય ટીમે મોજે- સોખડા, તા. મોરબી નજીક આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.

ચેકિંગ દરમિયાન નીચેના વાહનોને ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતા પકડવામાં આવ્યા: (1) ડમ્પર GJ-36-V-4704 (માલિક: સુરેશભાઈ નાંગળા, લાલપર, મોરબી) (2) ડમ્પર GJ-36-X-2643 (માલિક: કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ, નસિતપર, ટંકારા) (3) ડમ્પર GJ-10-TY-2006 (માલિક: જયનમભાઈ ચંદુભાઈ રાઠોડ, નાગડાવાસ, મોરબી)

આ ઉપરાંત માળીયા (મી) નજીક ન્યૂ ડમ્પર (બિન-રજીસ્ટર્ડ) પણ ગેરકાયદેસર વાહનવહનમાં સંડોવાયેલું જોવા મળ્યું, જેનું માલિકપદ શ્રી જીતુભા દરબાર (ખીલોસ, જામનગર) પાસે હતું.

કુલ ચાર ડમ્પરો સ્થળ પર જ પકડી સીઝ કરી મોરબી અને માળીયા(મી) તાલુકા પોલીસ સ્ટેશનો ખાતે જમ્મા કરાવવામાં આવ્યા. અંદાજે રૂ. 1.50 કરોડના મુદામાલ સાથે ગેરકાયદેસર ખનીજ વાહનવહન વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા.

આ કાર્યવાહી દ્વારા ખનીજચોરીને રોકવાના પ્રયાસને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.

 

Related Articles

Total Website visit

1,502,432

TRENDING NOW