મોરબી જિલ્લામાં મોરબી એમ.ટી શાખામા ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીખુભાઈ વાળાનો આજે જન્મદિવસ છે.
તા. ૦૯-૦૮-૧૯૮૫ ના રોજ જન્મેલા વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના વતની ભીખુભાઈ વાળા અગાઉ મોરબી સીટી એ ડીવીઝન, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશનમાં ૧૦૦ નંબર પીસીઆરમાં પણ ફરજ બજાવી છે તો હાલ તેઓ મોરબી એમ.ટી. શાખામાં ફરજ બજાવી રહ્યા છે. સ્વભાવે શાંત અને જેમ દૂધમાં સાંકળ ભળી જાય તેમ સૌ કોઈ સાથે ભળી જાય એવું વ્યક્તિત્વ ધરાવનાર ભીખુભાઈના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.