મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા 29 કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં 07 અને શહેરી વિસ્તારમાં 19 નવા કેસ નોંધાયા છે તે ઉપરાંત વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં નવા 02 કેસ નોંધાયા છે. તેમજ હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં 01 નવો કેસ નોંધાયો છે આમ જીલ્લામાં નવા 29 કેસ નોંધાયા છે જેમાં મોરબીની નિર્મળ વિધાલયની એક વિદ્યાર્થીની પણ કોરોના સંક્રમિત હોવાનું ખુલ્યું છે. નવા 29 કેસો નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 168 થયો છે અને કોરોના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે નાગરિકો વધુ તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી હતી