Thursday, April 24, 2025

મોરબી જિલ્લાની ITIમાં વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જીલ્લાની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ (આઇ.ટી.આઈ) મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા(મી.) ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયો પ્રવેશ મેળવવા માટે તા.૦૩/૦૭/૨૦૨૧ ના રોજથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે.

વિવિધ કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવાર પોતાનું ઓનલાઈન પ્રવેશફોર્મhttps://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પર તેમજ તેમના રહેઠાણની નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી આઈ.ટી.આઈ ખાતેરૂ.૫૦/-ફોર્મ/આઇ.ટી.આઈ દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે.

ઉમેદવારોની સુવિધા માટે જે તે નજીકની આઈ.ટી.આઈ ખાતે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. તેમજ પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate)(૩) શાળા છોડીયાનું પ્રમાણપત્ર (૪) જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધારકાર્ડ (૬) પાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક ( મરજીયાત) (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય)ના જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે. તેમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW