Tuesday, April 22, 2025

મોરબી જિલ્લાના બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતર ખરીદ કરતા ખેડુતો જોગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ખેડુતોએ જંતુનાશક દવા,બિયારણતથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠીત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ? તેની ખાતરી કરવી તથા કોઈ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહી. ત્રણેય ઈનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/સરનામાં તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ/લોટ નંબર/બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઈ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી.

ખાતરની થેલી/બારદાન ઉપર તથા પ્રસંગ ફર્ટીલાઈઝર, બાયોફર્ટીલાઈઝર ઓર્ગેનિક ફર્ટીલાઈઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઈલ્ડ કેક ફર્ટીલાઈઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોઈ શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી. વૃધ્ધિ કારકો(ગ્રોથ હોરમોન) સહીત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેકટીસાઈડ બોર્ડ દ્વારા આપવામાં આવેલ તેનો સી.આઈ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫˚ ના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતોલાલ, પીળો, વાદળી, કે લીલો રંગ જ્યારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની/ચેતવણી લખેલ ન હોઈ તે વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની બોટલ/પાઉચ/પેકેટ/થેલીમાં રહેલ વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો/જંતુનાશકોની ખરીદી કોઇપણ સંજોગોમાં ન કરવી.

આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઈ શંકા કે સંશય હોય તો આપના જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામક(ગુ.નિ.), ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી,ગ્રામ સેવકનો સંપર્ક કરવો તથા આ અંગે કૃષિભવન ગાંધીનગરની કચેરીના ટેલીફોન નંબર:૦૭૯-૨૩૨૫૬૦૮૨ ઉપર પણ કચેરી સમય દરમિયાન આપની રજુઆત ફરીયાદ કરી શકશે. તેમ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) મોરબી, એસ.એ.સીણોજીયાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW