Thursday, April 24, 2025

મોરબી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

Advertisement
Advertisement
Advertisement

એ.પી.એમ.સી. ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી શહિદોને યાદ કરાયા

મોરબી: રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રપર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને મોરબી એ.પી.એમ.સી. ખાતે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોરબીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રુપ દ્વારા દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ વિવિધ કૃતિઓ નિહાળી બાળકોને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર જે.બી. પટેલ, પોલિસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, મામલતદાર ડી.જે. જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ તથા વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW