મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર” પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર” (ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ )જિલ્લો મોરબી દ્વારાં તા. 10- એપ્રીલ જળ સંસાધન દિવસનાં અનુસંધાને ઘર બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.
આપણા જીવનનું અસ્તિત્વ જળ પર આધારિત છે. જીવન માટે આવશ્યક પાંચં તત્ત્વો પૈકીનું એક જળ. જળ એટલે જ કહેવાય છે કે, ‘જળ એ જ જીવન’ જળ એ પ્રાકૃતિક સ્ત્રોત છે. ભારત કૃષિપ્રધાન દેશ છે. કૃષિનો મુખ્ય આધાર પાણીની મબલકતા પર છે. કહેવાય છે કે ‘ખેડ-ખાતર ને પાણી તેની કિંમત લાવે તાણી.’ ખેડૂતની આર્થિક સ્થિતિ પણ જળસ્ત્રોત પર નભે છે. સંસાધન એટલે એવી કોઈ પણ વસ્તુ છે જેનો ઉપયોગ માનવ જરૂરિયાતોને સંતોષવા માટે થઈ શકે છે. પૃથ્વી પરના કુલ જળસ્ત્રોત માં ૯૭ ટકા જળસ્ત્રોત ખારું પાણી, ૩ ટકા મીઠું પીવાલાયક પાણી અને વળી તેમાં પણ ૧ ટકા જળસ્ત્રોતનો જથ્થો પીવા લાયક છે.
એક રાસાયણીક પદાર્થ જેની રાસાયણીક સંજ્ઞા H2O છે. આ નો અણુ એક પ્રાણવાયુ અને બે હાઈડ્રોજન પરમાણુ ધરાવે છે જે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે. પાણી તાપમાન અને દબાણના સામાન્ય સંજોગોમાં પ્રવાહી સ્વરુપે હોય છે, પણ તે પૃથ્વી પર તેના ઘન સ્વરુપે બરફ અને વાયુ સ્વરુપે પાણીની વરાળ તરીકે પણ સહ અસ્તિત્વ ધરાવે છે.
” જળ સંસાધન દિવસ” નાં કેટેગરી મુજબ પ્રશ્નો નાં જવાબ “ઘરે બેઠાં” વિડીયો બનાવી નીચે આપેલ કોઈપણ એક વૉટ્સપ નંબર પર મોકલી આપો
કેટેગરી -1( ધો-1,2,3,4,)
કે-1પ્રશ્ન:- પાણી નો બગાડ થતો અટકાવવા તમે શું શું કરો છો.
કેટેગરી-2 (ધો.5,6.7.8)
કે.-2 પ્રશ્ન:- સિંચાઈ એટલે શું ? સિંચાઈ નાં વિવિધ પ્રકારો જણાવો.
કેટેગરી-3 (ધો-9,19,11,12)
કે-3 પ્રશ્ન :-જલ સંસાધનોની પ્રાપ્તતા વિશે વિસ્તૃત માહીતી આપો..
કેટેગરી-4 (કોલેજ નાં વિધાર્થીઓ ,શિક્ષકમિત્રોતથા વાલીઓ)
કે-4 પ્રશ્ન :- માનવી માટે સંસાધનોનાં વિવિધ ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો.
ઉપરોક્ત પ્રશ્નોનાં યોગ્ય જવાબ નો વિડીયો તા. 10-4- 2021 રાત્રે 9 સુધીમાં એલ.એમ.ભટ્ટ 9824912230 / 8780127202 દિપેન ભટ્ટ 9727986386 મોબાઇલ નંબર પર મોકલી આપવા યાદીમાં જણાવાયું છે.