મોરબી: પ્રવર્તમાન સમયમાં કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝજુમી રહ્યુ છે. ત્યારે પાણીની વરાળનો નાશ કોરોના સામે લડવામા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશનુ મશીન)નું સર્વજ્ઞાતિય વિતરણ કરવામા આવી રહ્યુ છે. સાથે 3 ઇન 1 મશીનનુ પણ રાહતદરે વિતરણ અવિરતપણે શરૂ છે.
આ ઉપરાંત કોઈપણ મશીનમા ખામી જણાય તો રીપ્લેસમેન્ટની સુવિધા પણ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. 10 દીવસના સમયગાળા દરમિયાન 5000 જેટલા સ્ટીમ મશીનનું મોરબી જલારામ મંદિર દ્વારા વિતરણ કરવામા આવ્યુ છે ત્યારે આગામી સમયમાં પણ વિતરણ ચાલુ રહેશે. તેમ સંસ્થાના આગેવાનો એ જણાવ્યુ છે. મશીન લેવા આવનાર વ્યક્તિઓએ માસ્ક પહેરવુ તેમજ સોસિયલ ડીસ્ટન્સિંગનુ પાલન કરવુ ફરજીયાત રહેશે. તેમ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજા તથા પ્રોજેક્ટ ચેરમેન હસુભાઈ પંડિતે અને જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યુ છે.