મોરબી: ખાખરાવાળા મેલડીમાંના મંદિર પાસે નદીમાં નહાવા પડેલ યુવાનનું ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતા વિનોદભાઇ મોતીભાઈ ચૌહાણ (ઉ.વ.32) ગઈકાલે ખાખરાવાળા મેલડીમાંના મંદિર પાસે નદીમાં નહવા પડતા ડુબી જવાના કારણે વિનોદભાઈનું મોત નિપજ્યું હતું. જેમની ડેડબોડી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.