મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળા અંડરમાં આવતા ગામોમાં વરસાદ બાદ રોગચાળોના ફાટી નીકળે તેથી વહેલી તકે મેલેરિયા અને ડેન્ગ્યુ અટકાયતી પગલાં લેવા તમામ કર્મચારીઓને સૂચના આપેલ હતી. જેના અનુસંધાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના સેજાના ગામોમાં વાહક જન્ય રોગચાળોના ફેલાય તે હેતુથી મેલેરિયા, ડેન્ગ્યુ સર્વે કામગીરી તેમજ ખાડા ખાબોચિયામાં ઑયલના પોતા નાખવાની કામગીરી કરવામાં આવેલ હતી.
સાથે સાથે ગામના લોકોને ઘરમાં રહેલ પાણીના ટાકા તેમજ વધારાના ડબા દુબલી અને નકામા પાત્રોનો નિકાલ કરવાની સલાહ આપવામાં આવેલ ફ્રીઝની ટ્રે ને પણ અઠવાડિયામાં એક વાર બિનચુક સાફ કરવાની સહાલ આપેલ છે. અને રાત્રે દવાયુક્ત મચ્છર દાની નો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવેલ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના સેજાના તમામ ગામોમાં કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી ચાલુ કરેલ છે.