મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દ્વારા પિતાની સ્મૃતિમાં રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને 51 હજાર રૂપિયા અનુદાન આપ્યુ હતું.
મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વિનોદભાઈ ડાભી દ્વારા સ્વ.નાથાભાઈ સામતભાઈ ડાભીની તિથી નિમિતે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમને અનુદાન અર્પણ કરાયું હતું. સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વડીલોની સારી કાળજી લેતું હોય જે સંસ્થાને વિનોદભાઈ ડાભીએ પિતાની સ્મૃતિમાં 51 હજાર રૂપિયાની આર્થિક મદદ સંસ્થાને કરી હતી.