Wednesday, April 23, 2025

મોરબી: ક્રિકેટના સટ્ટાનો ફરાર શખ્શ તેમજ ટંકારામાં છેતરપીંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં ફરાર બે આરોપી તેમજ મોરબી સીટી-એ ડીવીઝન જુગારધારાના એમ બંને ગુનામાં છેલ્લા ૭ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડ્યા છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, તથા પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રા એમ સ્ટાફને બાતમી મળેલ હોય કે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે રજી થયેલ છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનાના તથા મોરબી સીટી-એ ડીવી. પો.સ્ટે.ના ક્રિકેટ સટ્ટાના જુગારના કેસના નાસતા ફરતા આરોપીઓ સુરત શહેર ખાતે હોવાની ચોક્કસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે ઉપરોકત પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી સુરત શહેર ખાતે તપાસ કરતા ટંકારા છેતરપીંડીના ફરાર આરોપી સોહીલ ઇકબાલભાઇ તરખેસા અને રજાક ઉર્ફે હકો કરીમભાઇ ચૌહાણ (રહે. બંને બોખલા દરવાજા હુશેની ચોક, જેતપુર જી. રાજકોટ હાલ રહે. સુરત કામરેજ-સરથાણા રોડ ખોડીયાર પાર્કીંગ, ભીખાલાલ મોચીના ગેરેજમાં)ને ઝડપી લીધા હતા.

તેમજ મોરબી સીટી એ ડીવીઝનના ક્રિકેટ સટ્ટાના ગુનામાં નાસતા ફરતો આરોપી પારસભાઇ ચંદુભાઇ વસાણી (રહે. સુરત હજીરા રોડ, આર.ટી.ઓ. ઓફીસ સામે, રાજહંસ એલીટા એ-૪૦૨ પાલ અડાજણ પો.સ્ટે. સુરત)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ઉપરોકત બંને ગુનાના છેલ્લા ૭ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડી ટંકારા પો.સ્ટે. તથા મોરબી સીટી-એ ડીવી. પો.સ્ટે. તરફ આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એ.ડી.જાડેજા તથા એ.એસઆઇ. પોલાભાઇ ખાંભરા, રસિકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, તથા પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રા ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા સતીષભાઇ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW