મોરબી સેશન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જમીન રજુ કરવામાં ગુન્હામાં એકાદ વર્ષથી નાશતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા વાંકાનેર દિઘલીયા ચોકડી પાસે થી ઝડપી પાડવામાં આવ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્કોડ પ્રયત્નશીલ હતી. આ દરમિયાન મોરબી કોર્ટમાં સોલવંશી જામીન રજુ કરવાનાં ગુનામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેરોલ જમ્પ કરી એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપી રાજુભાઇ બુટાભાઈ વિભાભાઈ ફાંગલીયા (ઉ.વ. 26, રહે. મોરથળા)ને બાતમીના આધારે વાંકાનેર દિઘલીયા ચોકડી પાસે આવેલા દ્વારકાધીશ હોટલ પાસેથી ઝડપી પાડી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
