મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફાટી નિકળેલ કોરોના સામે રક્ષિત દવા અને રૂમેડીસીવર ઈજેકશનો તેમજ ટેસ્ટીંગ કીટ સત્વરે ફાળવવા અંગે ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા પંદર દિવસ ઉપરાંતથી ભયાનક કોરોના ફાટી નિકળેલ છે. ત્યારે મોરબીમાં સરકારી ટેસ્ટીંગ સેન્ટર પાસે પર્યાપ્ત કીટો નથી. પ૦૦ થી ૭૦૦ લોકો ટેસ્ટીંગ માટે આવે ત્યારે માંડ સોએક કીટ હોય છે. અને લોકો ભારે પરેશાન છે. તેવા સંજોગોમાં ટેસ્ટીંગ સેન્ટર વધુ ખોલી પુરતી માત્રામાં કીટ આપવી જોઈએ.
વધુમાં મોરબીની સરકારી અને ખાનગી દવાખાનામાં કોવિડ–૧૯ની તબીબી સુવિધા પૂરી પાડવી જોઈએ. કોવિડ હોસ્પિટલ બંધ હોય તે ફરી ચાલુ કરવી જોઈએ. મોરબીના તમામ દવાના વેપારીઓ પાસે કોરોના સહિતની અન્ય બિમારીઓની દવા નથી. લોકો દવા માટે ફાંફા મારે છે. અને સંબંધર્તા દવાખાનામાં સારવાર મળતી નથી, તેમજ સરકારી દવાખાનામાં પુરતા તબીબો કે સહાયક સ્ટાફ નથી ત્યારે આમ જનતા ભારે મુશ્કેલી અનુભવે છે. તેવા રાજયોને સરકારની પ્રથમ જરૂરીયાત પૂરી કરવાની જવાબદારી છે. આજે મોરબી શહેર વિસ્તારમાં સારવાર વિહોણા લોકો બેબાકળા ફરી રહ્યા છે.
મોરબી જિલ્લાના તમામ મેડીકલોમાં કોરોના રક્ષક રેમેડેસીવર ઈન્જકશનો મળતા નથી. સામાન્ય રીતે ઈન્જકશન છ લેવાનો કોર્ષ છે જયારે અહીં મળતા નથી. તબીબનું લખાણ હોવા છતાં વેપારીઓ આપતા નથી. આધાર કાર્ડ માંગે છે. મોરબી વિસ્તારમાં આવી ભયાનક પરિસ્થિતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય અધિકારીઓ સહિતના અન્ય અધિકારીઓ એક પણ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. તેમજ કોરોના ટેસ્ટીંગ સેન્ટરની પણ મુલાકાત લેતા નથી જાણે કોરોના સાથે આ અધિકારીઓએ મૈત્રી કરાર કરેલ હોય તેમ સાવ બેદરકાર બનેલ છે. અને મોરબીની આવી ભયંકર પરિસ્થિતનો આવા અધિકારીઓ તાગ શુધા મેળવતા નથી. આવનારા દિવસોમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ભયંકર બને તે પહેલાં આવા સંજોગોમાં યોગ્ય થવા રજુઆત કરી છે.