Tuesday, April 22, 2025

મોરબી: કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સાસંદ વિનોદભાઇ ચાવડાની ઉચ્ચ અધિકારી સાથે બેઠકનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કોરોના મહામારીમાં મોરબી જિલ્લાના કોરોના દર્દીઓ ને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા એ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારી એ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે મોરબી પણ તેમાં બાકાત નથી ત્યારે કોરોના ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ – મોરબીના યુવા સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા એ મોરબી જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આજરોજ તા. 6-4-2021 ને સવારે 11 કલાકે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન સમયે મોરબી જિલ્લાના નાગરિકો અને કોરોનાના દર્દીઓને સારી અને સચોટ સારવાર મળી રહે અને આરોગ્ય લક્ષી અને અન્ય સંબંધિત સેવાઓ વિશેષ રીતે મળી રહે તે માટે આ બેઠકનું આયોજન કર્યું છે. અને કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે આ બેઠક માં યોજનાબદ્ધ આયોજન કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW