મોરબી: કબીર ટેકરીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૯ બોટલો સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે.જયારે અન્ય એક ઈસમ નાશી છુટતા તેને ઝડપી પાડવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબીની કબીર ટેકરી શેરી નં-૬ માં આરોપી અલ્લારખા ઉર્ફે ઘોઘો કાસમભાઈ મકરાણીએ પોતાના રહેણાંક મકાનમાં વ્હિસ્કીની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી સ્થળ પરથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૯ (કિં.રૂ.૨૩૭૮૦) તથા મોબાઇલ ફોન નંગ- ૦૧ (કિં.રૂ.૫૦૦)મળી કુલ રૂ.૨૪૨૮૦ નાં મુદ્દામાલ સાથે આરોપી અલ્લારખા ઉર્ફે ઘોઘો કાસમભાઈ મકરાણીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કેસમાં આરોપી અરવિંદ દાદુભાઈ ગઢવી (રહે. મોરબી વજેપર શેરી નં. ૪) વાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.