મોરબી એસીબીની ટીમે જામવંથવી ગ્રામ પંચાયતના ૨ સભ્યોને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા
જામનગર તાલુકાના જામવંથલી ગામે પાવર પ્લાન્ટ ઉભો કરવાનુ કામ કરતી કંપનીને ગ્રામ પંચાયતનું ના વાંધા સર્ટિફિકેટ પેટે ગ્રામ પંચાયતના બે સભ્યોને મોરબી એસીબીના પીઆઈ પી.કે.ગઢવી સહિતની ટીમે રંગે હાથે ઝડપી લીધા હતા.
આ કામના ફરીયાદીની કોન્ટ્રાકટ કંપની જામવંથલી ગામે પાવર પ્લાન્ટ તૈયાર કરી આપવાનું કામ કરતી હોય તેના માટે ગ્રામ પંચાયતનું એન.ઓ.સી. આપવા માટે આ કામના આરોપી અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગરએ પોતાના તથા સરપંચ/ઉપસરપંચના મળી રૂ.૨,૫૦,૦૦૦/- તથા આ કામના આરોપી નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગરના રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતાં ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા બન્ને આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) લાંચ પેટે સ્વીકારી પોતાના પદાધિકારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી, બન્નેને ઝડપી લીધા હતા. બન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.