મોરબી શહેર અને જિલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે અનેક સંસ્થા આગળ આવી સેનિટાઇઝર અને માસ્ક વિતરણ કરી રહી છે. જેમાં માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા કોરોના મહામારીથી બચવ રાહતદરે માસ્ક વિતરણ કરવામાં આવશે.
જેમાં શ્રી માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા N-95 માસ્ક રૂ.10માં રાહતદરે વિતરણ કરવાનું ચાલુ કર્યું છે. આ સંસ્થાના કાર્યાલય શ્રીજી હોલ નીચે માર્કેટ યાર્ડની બાજુમાં સનાળા રોડ મોરબી ખાતે સવારે 9 થી 12 અને સાંજે 3:30 થી 6 સુધીમાં રાહતદરે માસ્ક મેળવી શકશે. જે કોઈ વ્યકિતને માસ્ક જોઈએ તે ઉપરોક્ત સ્થળેથી મેળવી શકશે.