મોરબી: 2022 વિધાનસભા અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓ ગુજરાતની મુલાકાત તો શરૂ કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ જનસંપર્ક શરૂ કરી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આપના નેતાઓ મુલાકાતો કરી રહ્યા છે. ત્યારે તેના પર હુમલાઓની ઘટના બનવા પામી છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાતમાં નેતાઓ આપના હુમલાઓની ઘટના પણ બની રહી છે. તેને અટકાવવા તંત્ર વાહકો સમક્ષ મોરબી જિલ્લામાં આપના કાર્યકરો હોદ્દેદારો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.
જેમાં જણાવેલ વિગત એવી છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી તેમજ મહેશભાઈ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ કરવાની અનેક ઘટનાઓ બની આવી છે. અત્યાર સુધીના દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષ સાથે કનક્શન હોવાનું સામે આવ્યું છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાશવારે હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય છે. વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ, અત્યાર સુધી બનેલી હુમલાની ઘટનાઓની સભ્ય તપાસ કરવામાં આવે તેમજ પાર્ટીના પ્રદેશના નેતાઓને પૂરી સલામતી પૂરી પાડવામાં આવે અને તેમના પરિવારના સભ્યોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે.
વધૂમાં લેખિતમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ ઉપર ઉપર અમો ભરોસો કરીયે છીએ કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે તેમના પરિવાર ઉપર અસામાજિક તત્ત્વો હુમલો ન કરે તે અંગે પુરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જો અમારી ઉપરોક્ત માંગણીને ગંભીરતાથી ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આવનારા દિવસો અમો આમ આદમી પાર્ટી અહિંસાના માર્ગે, શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરવા મજબુર થઇશું.