મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૧૦ શુક્રવાર ના રોજ દશેરાના પર્વ નિમિત્તે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીતના અગ્રણીઓએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.