Wednesday, April 23, 2025

મોરબી: આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે “આપણાં વારસાનું જતન” ઘરે બેઠાં પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી.વી.સી.ટેક. હાઈસ્કૂલ મોરબીમાં કાર્યરત છે. તા.18/5/2021 એટલે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવલ એટલે કે “આપણાં વારસાનું જતન ” ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમે વર્ષ 1977માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદથી દર વર્ષે 18 મેના રોજ આંતર રાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે.

સમગ્ર દુનિયાના સંગ્રહાલય પોત-પોતા નાં દેશમાં તેનું આયોજન કરે છે. સંગ્રહાલયના મહત્ત્વને લઇને જાગૃતતા ફેલાવવા માટે કેટલાય પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સંગ્રહાલયો દ્વારાં સંગ્રહિત કરવામાં આવતી વસ્તુઓ દુનિયા માટે એક આર્કાઈવ તરીકે ઉપયોગમાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંંગ્રહાલય દિવસ ની થી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝીયમ એક ખાસ થીમ બનાવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ (આઇકોમ) ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓનો સંગ્રહ કરનાર મુખ્ય સંગઠન છે. સમગ્ર વિશ્વમાં આઇકોમની 31 આંતરરાષ્ટ્રીય સમિતિઓ છે.

આ તમામ સમિતિઓ સંગ્રહાલય સાથે સંકળાયેલ અલગ-અલગ ક્ષેત્રમાં વિશેષતા ધરાવે છે. આ સાથે જ આઇકોમ મહત્ત્વની વસ્તુઓની ગેરકાયદેસર ચોરીને રોકવા માટેનું પણ કામ કરે છે. અને કટોકટીની પરિસ્થિતિમાં સંગ્રહાલયોને સહાય પણ પૂરી પાડે છે. 
આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી વસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે. 
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ઘર બેઠાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનાં યોગ્ય જવાબનો વિડીયો બનાવી તા.18 / 5 / 2021ના રાત્રે 9 સુધીમાં વોટસપ નં. 8780127202 /9824912230 /97279 86386 માં મોકલી આપવાનો રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવાં માટે કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનાં યોગ્ય જવાબનો વિડીયો ફિલ્મ બનાવી મોકલી આપો
કેટેગરી-1 (ધો- 1,2,3,4)
કે-1 પ્રશ્ન :- તમે સંગ્રહાલયની મુલાકાત લીધી છે?
કેટેગરી-2 (ધો- 5,6,7,8)
કે-2 પ્રશ્ન:- સંગ્રહાલય એટલે આપણાં વારસાનું જતન સમજાવો
કેટેગરી-3 (ધો- 9,10 ,11,12 )
કે-3 પ્રશ્ન:-આપણાં સંગ્રહાલયો એ આપણી સંસ્કૃતિ એજ આપણી ઓળખ સમજાવો
કેટેગરી-4 (કોલેજ નાં વિદ્યાથીઓ શિક્ષક મિત્રો તથા વાલીઓ)
કે-4 પ્રશ્ન :- આપણાં સંગ્રહાલયો નું સાંસ્કૃતિક મહત્વ સમજાવો .
કેટેગરીમાં શ્રેષ્ઠ સ્પર્ધક એટલે વિજેતા તેમના વિડીયો આપ “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો યુટ્યુબ પર જોઈ શકાશે તેમ એલ.એમ.ભટ્ટ દિપેન ભટ્ટની યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW