Wednesday, April 23, 2025

મોરબી અને ટંકારાના વિવિધ ગામોમાં જન આશીર્વાદ યાત્રામાં સહભાગી બનતા મંત્રી અરવિંદ રૈયાણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રાજ્યમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના માનનીય મંત્રી અરવિંદભાઇ રૈયાણી દ્વારા મોરબીના શક્ત શનાળાથી લઇને ટંકારાના ગ્રામ્ય વિસ્તારો સુધી જન આશીર્વાદ યાત્રામાં સહભાગી બન્યા હતા.

મંત્રીએ સુપ્રસિદ્ધ શનાળા શક્તિમાતાના મંદિરે આશીર્વાદ લઇને મંત્રી અરવિંદ રૈયાણીએ જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી. અહીંયા યોજાયેલ સભામાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાની અપેક્ષાઓ વધી છે અને પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કોરોના કાળમાં પણ પ્રજાની વચ્ચે રહીને કામગીરી કરી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આ તકે તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવી છે, આ યોજનાઓના માધ્યમથી લોકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મોરબી બાદ જન આશીર્વાદ યાત્રા વીરપર, ધ્રુવનગર, ટંકારા ચોકડી, હરબટીયાળી, પ્રભુનગર (મિતાણા) કાગદડી, ગૌરીદળ સુધી જન આશીર્વાદ યાત્રા પહોંચી હતી. જ્યાં વિસ્તારની જનતાએ જન આશીર્વાદ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર સરપંચો, તાલુકા પંચાયત /જિલ્લા પંચાયતના સદસ્યઓ તેમજ પ્રજાજનો દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ જન આશીર્વાદ યાત્રામાં સાસંદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, બાવનજીભાઇ મેતલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, મોરબી એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગીયા, મોરબી એપીએમસીના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, જયુભા જાડેજા, જિગ્નેશભાઇ કૈલા, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઇ વાંસદડીયા, જ્યોતિસિંહ જાડેજા, લાખાભાઇ જારીયા સહિતના ભાજપના કાર્યકર્તાઓ આ જન આશીર્વાદ યાત્રામાં ભાગ લીધો હતો.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW