
મોરબી ના લીલાપર ગામના વતની હાલ મોરબી રહેતા અને મોરબી વકીલાત નું કામકાજ કરતા સંજયભાઈ ચતુરભાઈ રાજપરા નો છોકરો શિવ નો આજે જન્મદિવસ છે જેઓ આજે ૧૩ વર્ષ પૂર્ણ કરી ૧૪ માં વર્ષ માં પ્રવેશે છે તો સંજયભાઈ અને તેમના પરિવાર દ્વારા તેમના ગામ ની સરકારી પ્રાથમિક શાળામાં એબીસીડી વાળી ડિજિટલ ટાઇલ્સ આપી ને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન, સંજયભાઈ (વકિલ) તેમના ધર્મપત્ની દુર્ગાબેન, પુત્રી ચેલ્સી, શિવ ના દાદા ચતુરભાઈ તથા દાદી પ્રેમલતાબેન હાજર રહ્યા હતા. આ તકે લીલાપર શાળા પરિવાર દ્વારા આચાર્યશ્રી, નિલેશભાઈ પારજીયા એ ” શ્રી ભગવદ ગીતા ” ગ્રંથ ની ભેટ આપી ને તેમની કામગીરી ને બિરદાવી હતી તેમજ આ તકે સ્કુલ સ્ટાફ સુરેશભાઈ ભટ્ટ, મગનભાઈ અંબાણી, રોહિતભાઈ રાબડીયા, અમિતભાઈ, રમીલાબેન મોસત, વર્ષાબેન કાસુન્દ્રા, વીણાબેન દેસાઈ, ભાવનાબેન પટેલ, વિલાસબેન શેરસીયા, એ પણ વધુ અભ્યાસ કરી ને આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી હતી.
