મોરબીમા સામાકાંઠે સીરામીક શીટના એપાર્ટમેન્ટમાં કામ કરતી વેળાએ વીજશોક લગતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં રહેતા વીષ્ણુભાઈ શ્યામભાઈ માલી (ઉ.વ.૧૯) નેં મોરબીમાં સામા કાંઠે આવેલ સીરામીક શીટના એપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ત્યારે વીજળીનો કરંટ લાગતા સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.