મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૧માં જન્મદિન નિમિત્તે સ્વસ્થ જીવન અને દિર્ઘાયુની કામના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં નિયુક્ત યોગ કોચ વાલજી પી. ડાભી, રૂપલબેન શાહ અને પિયુષભાઈ વાઘેલા એ રામકો બંગ્લોઝ, વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે સવારે ૭ થી ૦૮:૩૦ દરમિયાન યોગ શિબિર અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના યોગાસન, પ્રાણાયામ અને હવનમાં ૭૧ ગાયત્રી મંત્ર/મહા મૃત્યુંજય મંત્ર બોલીને આહુતિ આપવામાં આવી. આ શિબિરમાં યોગ ટ્રેનર/સાધકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી.

મહેમાન તરીકે ભારતીબેન રંગપરિય, રણછોડભાઈ જીવાણી, રણજીતભાઇ રાઠોડ (ભારત સ્વાભિમાન ઉપપ્રમુખ વાપી), નરશીભાઈ અંદરપા, ભીમજીભાઇ અઘારા તેમજ સંજયભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યા હતાં.
આયોજનના મુખ્ય માર્ગદર્શક યોગસેવક શીશપાલજી (ચેરમેન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭૧ જગ્યાએ યોગ શિબિર અને હવનનું આયોજન કરવામાં આવેલ.
