મોરબીમાં કોરોનાની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. ત્યારે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારને મદદરૂપ બનવા અનેક સંગઠન અને સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મોરબીના દર્દીઓ માટે MA ફ્રી ટિફિન અને ફ્રુટ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબીના કોઈપણ વ્યકિત મદદરૂપ બનવા માંગતા હોય તેઓ મો.82388 74801 પર ઓનલાઇન પે કરી શકશે. તેમ અવિ પટેલની યાદીમાં જણાવાયું હતું.
