Thursday, April 24, 2025

મોરબીમાં CNG રીક્ષા સાથે ચોર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એસોજીના પીઆઈ જે.એમ.આલ, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.ટીમ બ્રાન્ચને લગત કામગીરી સબબ વાહન ચેકિંગમાં હોય દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ જોગરાજીયા તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર નાઓએ ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટકોપ મોબાઇલ એપના માધ્યમથી CNG આ રીક્ષા ચાલક હાજીભાઇ અકબરભાઇ માણેક જાતે મીયાણા ઉ.વ.૨૧ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.લીલાપર રોડ, હોથીપીરની દરગાહ પાછળ, વજેપર રોડ, હોકળા કાઠે. મોરબી-૧ વાળાએ ચોરી અને છળકપટ પુર્વક મેળવેલ હતી.

જેમાં એક ઓટો CNG રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ. ૫૧,૦૦૦/- નો ગણી CRPC ક.૧૦૨ મુજબ મુદામાલ કબજે કરી તેમજ ઉપરોક્ત ઇસમને પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW