
મોરબીમાં સીએનજી રીક્ષામાંથી બીયરની હેરાફેરી કરતા બે શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના પરશુરામ પોટરી નજીક સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૯૧૩૩ શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી બીયર ટીન નંગ-૨૪ (કિં.રૂ.૨૪૦૦) મળી આવતા બીયરના ટીન અને સીએનજી રીક્ષા એમ કુલ મુદામાલ કીમત રૂ.૫૨,૪૦૦ નો કબજે કરી આરોપી જીતેન્દ્રભાઈ વસંતભાઈ રાઠોડ અને વસંતભાઈ મોહનભાઈ સોલંકીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.