મોરબી: મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના વાઘપર ગામના વતની અને હાલ મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડમાં રહેતા અરવિંદભાઈ લક્ષ્મણભાઈ બાવરવા (ઉ.વ.૪૦) ને ગઈ કાલે હાર્ટએટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.