મોરબીમાં સૌપ્રથમવાર શ્રી અપના પરિવાર એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેકઅપ-હેર સ્ટાઈલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.18 જુલાઇના રોજ 10 થી 6 કલાકે મોરબીના લોહાણા વિદ્યાથી ભવન ખાતે આયોજિત મેકઅપ-હેર સ્ટાઈલ સેમીનારમાં હેર આર્ટિસ્ટ કાજલ ગીનોયા દ્વારા હેર સ્ટાઈલ તથા મેકઅપ વિશે તાલીમ અને ડેમો રજુ કરશે.
આ સેમિનારમાં બહેનો માટે માત્ર રૂ.200 એન્ટ્રી રાખવામાં આવેલ છે. તેમજ ભાગ લેનાર બહેનોને ફ્રી ગિફ્ટ, નારી સન્માન, સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે. આ સેમિનારમાં પાર્લરના વ્યવસાયમાં સંકળાયેલા બહેનો, ઉપરાંત સૌંદર્યકલામાં રસ ધરાવનાર બહેનો ભાગ લેવા આયોજક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ ભારત બ્યુટી પાર્લર શ્રીજી પાર્ક વાવડી રોડ મોરબી ખાતેથી સેમિનારના પાસ મેળવી શકશો. વધુ માહિતી માટે ઉર્મિલાબેન મંગે મો.8141429804 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું છે.