Tuesday, April 22, 2025

મોરબીમાં સહકારી ક્ષેત્રનું મહત્વ અને ભવિષ્ય અંગે સેમીનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

વિકાસલક્ષી વિવિધ યોજનાઓ તેમજ સહકારી પ્રવૃતી બાબતે સહકારી તેમજ નાગરીક શરાફી મંડળીઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ

મોરબી: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૨૭ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની કચેરી દ્વારા જિલ્લા સહકારી સંઘ લી. રાજકોટના સૌજન્યથી મોરબી, માળીયા અને ટંકારા તાલુકાની કૃષી વિષયક ધિરાણ કરતી સેવા મંડળીઓ અને નાગરીક શરાફી મંડળીઓનો સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી માર્કેટ યાર્ડ ખાતે આયોજિત આ સેમીનારમાં જિલ્લા રજીસ્ટ્રાર, જિલ્લાના સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સેવા સહકારી મંડળીઓ અને નાગરીક શરાફી સહકારી મંડળીઓના પદાધિકારીઓ/અધિકારીઓ હાજર રહ્યા હતા. સેમીનારમાં સહકારી મંડળીઓ માટે રાજ્ય સરકારની વિકાસલક્ષી વિવિધ યોજનાઓ વિષે વિગતે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારત અને ગુજરાતમાં સહકારી પ્રવૃતી બાબતે જાગૃતતા, સહકારી ક્ષેત્રનું મહત્વ અને ભવિષ્ય બાબતે હાજર રહેલ તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW