Friday, April 11, 2025

મોરબીમાં વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની કરાઈ ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની કરાઈ ઉજવણી

(જનક રાજા દ્રારા) મોરબી: સરકાર દ્રારા કાર્યરત સિનિયર સીટીજનો માટેની સેવા અને હેલ્પલાઈન નંબર વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો.

હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશન દ્રારા મોરબી શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વડીલોને સરકારની સેવાઓ અને હેલ્પલાઈન વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ગત રોજ તા: 1/10 ના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. ત્યારે હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી
ફાઉન્ડેશન દ્રારા મોરબીના શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિતે વડીલોને સરકારની કાર્યરત વિવિધ સેવાઓ અને કાર્યરત હેલ્પલાઈન નંબર 14567 વિશેની સપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.સાથે
ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં બી.પી.,ડાયાબિટીસ, જોઇન્ટ પૈન, કમર નો દુખાવો, સરદી, ઉધરસ, તાવ, કબજિયાત, એસિડિટી, પેટ નો દુખાવો જેવી વડીલો માં જોવા મળતી બધી જનરલ સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડો.સ્વેતા વિડજા,દિવાળીબેન સોલંકી એ સેવા આપી હતી. આ કાર્યકમને સફળ બનાવવા વૃદ્ધાશ્રમના સંચાલક ,હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW