મોરબી: વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના અલગ અલગ મંદિરો કે જેમાં નરસંગ ટેકરી મંદિર-રવાપર રોડ, સંસ્કાર ધામ સ્વામીનારાયણ મંદિર -શનાળા રોડ, ઉમિયા આશ્રમ (વિહીપ જિલ્લા સંત સંયોજક મહંત શ્રી નિરંજનદાસજી મહારાજ) -શનાળા રોડ,શક્ત શનાળા મંદિર-શનાળા, કબીર આશ્રમ-વાવડી, રોકડિયા હનુમાનજી મંદિર-નવલખી રોડ, રામધન આશ્રમ -મહેંદ્રનગર, બી.એ.પી.એસ. મંદિર સામાકાંઠે,તપોવન ભારતી આશ્રમ -ટોડ-ટંકારા તથા અન્ય ૧૧ સ્થળોએ તમામ સંતો-મહંતોનું પુજન કરવામાં આવ્યું હતું.

જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી રમેશભાઈ પંડયા, વિહીપના માર્ગદશક હસમુખભાઈ ગઢવી, મોરબી જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઇ સવસાણી, મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ પરેશભાઈ તન્ના તથા પકંજભાઈ બોપલીયા, મોરબી જિલ્લા મંત્રી કમલભાઇ દવે, મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, મોરબી શહેર ઉપાધ્યક્ષ વિક્રમભાઈ શેઠ, મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ ભટ્ટ, મોરબી શહેર સહમંત્રી આશિષસિંહ જાડેજા તથા જીતુભાઇ ચાવડા મોરબી શહેર બજરંગદળ સહસંયોજક વિજયભાઈ બોરીચા સહતિના આ પ્રસંગે હાજર રહી સંતોનું પુજન કરી આશીર્વાદ લીધા હતા.
