મોરબી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષની કચેરી ગાંધીનગર અને જીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી અને સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૮ ને મંગળવારે સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ કલાકે સતવારા સમાજ વાડી, વજેપર મેઈન રોડ મોરબી ખાતે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે જેમાં વૈધ ખ્યાતીબેન ઠકરાર, વૈધ અલ્તાફભાઈ શેરશીયા, વૈધ શ્રીબા જાડેજા, ડો. વિજયભાઈ નાંદરીયા, ડો. જે પી ઠાકર, ડો. એન સી સોલંકી સહિતના ડોકટરોની ટીમ સેવા આપશે. કેમ્પમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર, હોમિયોપેથીક નિદાન અને સારવાર તેમજ યોગ પ્રશિક્ષણની સુવિધાઓ મળી રહેશે.