Thursday, April 24, 2025

મોરબીમાં વિદ્યાર્થીઓને સ્વેટર અને ગરીબોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વિદ્યાર્થીઓને સ્વેટર અને ગરીબોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરના ભત્રીજા જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં જન્મદિવસની બીજાને ખુશી આપી પોતે ખુશી અનુભવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરના ભત્રીજા જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરાઈ હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ આપવા ગરમ સ્વેટર આપી અને ગરીબોને ભોજન કરાવી આ બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઈના પુત્ર વિહાનનો આજે જન્મદિવસ હતો. આથી આ દિનેશભાઇના પુત્રના જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં અંદાજીત 600 જેટલા લોકોને ભાવતા ભોજનીયા કરાવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW