મોરબી: મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા હતા.
મોરબી: મળતી માહિતી મુજબ મોરબીના વાઘપર નાકાં નજીક વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આરોપી શાહરૂખ અલારખાભાઈ શાહમદાર (ઉ.વ.૨૬.રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ એસ. કે. પસ્તીવાળા સામે. મોરબી) ને રોકડ રકમ રૂ.૫૩૦ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબીના જૂના બસસ્ટેન્ડ નજીક પ્રભાત હોસ્પિટલ પાસે વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આરોપી અલ્તાફભાઈ યુનુસભાઈ ચાનીયા (ઉ.વ.૨૯.રહે. કાલીકા પ્લોટ નર્મદાહોલ પાસે મોરબી)ને રોકડ રકમ રૂ. ૩૫૦ સાથે પોલીસે પકડી પાડેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.