મોરબી સો ઓરડી વરીયાનગર શેરી નં.૬ મા આરોપીના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલો પોલીસે પકડી પાડી છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ હાથ ધરી.
મળતી માહિતી મુજબ મોરબી સો ઓરડી શેરી નં-૬મા રહેતા ગોપાલભાઈ ઉર્ફે મુન્નો હરીભાઇ ચાંઉ એ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪ (કિં.રૂ.૫૩૦૦)નો મુદ્દામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.