મોરબીના કૃષ્ણનગર ખાતે રાજેશભાઇ જેઠાભાઇ કાનગડની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ગણપતભાઈ હજારીયાભાઇ કોળી ઉ.50 ગત તા.24ના રોજ મોરબી યાર્ડમાં જીરું વેચવા આવ્યા હતા અને બાદમાં યાર્ડ પાસેથી સીએનજી રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે મોરબી સનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ પાસેથી એક વ્યક્તિને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસી વાતચીત કરી ઉલ્ટી – ઉબકાનું નાટક કરી ગણપતભાઈની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી રૂ. 50,000ની ચોરી કરી નાસી ગયા હતા.દરમિયાન બાતમીના આધારે મોરબી એલ.સી.બી.અને પેરોલફ્લો સ્કવોડ ટિમે નવા બસસ્ટેન્ડ ખાતેથી સી.એન.જી. રીક્ષા નં. GJ-03-BX-6186માં ગુનાને અંજામ આપનાર એક સ્ત્રી તથા રીક્ષા ચાલકને હસ્તગત કરી પૂછપરછ કરતા ગુનો કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપી ઇરફાનભાઈ મહમદભાઈ અબુમીયા (ઉ.વ.24) અને કાંતાબેન હરિભાઈ કેશાભાઈ ડાભી (ઉ.વ.65)ને સી.એન.જી. રીક્ષા, એક મોબાઈલ મળી કુલ 1,25,000ના મુદ્દામાલ સાથે ઝડપી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યા હતા.