મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં કોઈપણ સમાજ કોવિડ સેન્ટર બનાવે તો આઇસોલેટ સેન્ટરમાં દર્દીને ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ કરી આપશે.
તેમજ દરેક સમાજ દ્વારા આવા સેન્ટરો ઊભા કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે જાહેરાત પણ કરવામાં આવી છે કે, જો કોઈ સમાજ દ્વારા આવા કોવિડ સેન્ટર બનાવવામાં આવે તો તેના સેન્ટરમાં આઇસોલેટ થયેલ દર્દીઓ માટેના ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ દ્વારા વિનામૂલ્ય કરી આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું હતું.