મોરબી જિલ્લામાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે સેવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. જેમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર તથા ક્રાંતિકારી સેનાના સહયોગથી યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં કોરોના ગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે 24 કલાક કાર્યરત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. એમ્બ્યુલન્સ સેવા માટે મો.9256565252 પર સંર્પક કરી શકાશે. તેમજ યુવા આર્મી ગ્રુપમાં કોઈપણ રકમની સહાય આપવા માંગતા સેવાભાવી લોકોએ યુવા આર્મી ગ્રુપ મો.93493 93693 પર સંર્પક કરવો.