
મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતા હસમુખભાઇ જેન્તીભાઈ કવૈયા (ઉ.વ.૩૮)એ ગઈ કાલના રોજ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે.

