મોરબી: મોરબીના રંગપર ગામની સીમમાં યુવાને ઘર કંકાસથી કંટાળી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં લુકાસો સિરામિકના લેબર કવારટરમા રહેતા ૨૧ વર્ષીય સુનિલભાઈ માંગીલાલભાઈ પારઘી ( મુળ રહે. રંભાપુર ગામ તા.મેઘનગર,જી.જાંબુઆ. રાજ્ય મધ્યપ્રદેશ)એ ગઈકાલના રોજ તેમની પત્ની વિજાબેન વચ્ચે મનમેળ ન હોય અને વારંવાર નાની નાની વાતમાં ઝગડા થતા હોય ગત તા ૪ના રોજ પણ બંને વચ્ચે સામાન્ય ઝગડો થયેલ હોય જેથી વીજાબેન કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહેલ હોય જેથી મરણજનાર સુનીલભાઈને મનોમન લાગી આવતાં પોતે પોતાની મેળે કપડાના દુપટ્ટા થી ગળો ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.