Friday, April 25, 2025

મોરબીમાં મીડિયાકર્મીઓ માટે તા.૭ નાં હેલ્થ ચેક-અપ કેમ્પ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં મીડિયાકર્મીઓ માટે તા.૭ નાં હેલ્થ ચેક-અપ કેમ્પ

મોરબી જિલ્લાના પત્રકારો ની અનુકૂળતા ધ્યાને રાખી મોરબીમાં ઘર આંગણે જ ગુજરાત રેડ ક્રોસ અને મોરબી જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ નું આયોજન તા.૦૭.૧૨.૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા આપ સૌ મોરબી જિલ્લાના મીડિયાનાં મિત્રોને મોરબી જિલ્લા માહિતી કચેરી વતી અનુરોધ છે.

આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લેવા માંગતા પત્રકારોએ જિલ્લા માહિતી કચેરીના સિનિયર ક્લાર્ક એ.પી. ગઢવીના મોબાઈલ નંબર 9978444867 પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

જિલ્લાના તમામ મીડિયાકર્મીઓને ખાસ વિનંતી કે આ હેલ્થ ચેકઅપ કેમ્પનો અચૂક લાભ લે, અને આજે જ રજિસ્ટ્રેશન કરાવે. આ કેમ્પમાં લીવર અને કીડનીના ફંકશનીંગના ટેસ્ટ સહિતના અનેક મહત્વના ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

ખાસ નોંધ: હેલ્થ ચેકઅપ કેમ્પમાં તમામ મીડિયાકર્મીઓએ સવારે ભૂખ્યા પેટે આવવું.

કેમ્પનું સ્થળ:-

તારીખ: ૦૭/૧૨/૨૦૨૪

સમય: સવારે ૦૯ થી ૧૧:૦૦

સ્થળ: વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી સંચાલિત ગોકુલ વીઝીટીંગ સેન્ટર, ડો.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, સનાળા રોડ,

મોરબી

જિલ્લા માહિતી કચેરી, મોરબી

રેડક્રોસ, અમદાવાદ

Related Articles

Total Website visit

1,502,422

TRENDING NOW