મોરબી: ભારત દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવા ઘણા ક્રાંતિકારીઓએ પોતાના દેહનું બલિદાન આપ્યુ હતું. તેમાના એક ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરૂદ્ધ લડવા માટે જાપાનનના સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. ત્યારે મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં મુકવા અંગે મંજુરી મળવા છતાં વિરોધ સામે આવ્યો છે.
મોરબી ક્રાંતિકારી સેના દ્વારા 15 ઓગસ્ટ 2020થી મોરબી જિલ્લા કલેકટર, મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, નગરપાલિકા સહિતને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ સ્કુલની સામે ખુલ્લી જગ્યામા મુકવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેથી યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગે. ત્યારબાદ મોરબી નગરપાલિકા કાઉન્સિલર ભાવિકભાઈ ભરતભાઈ જારિયાએ મોરબી નગરપાલિકા પ્રમુખને રજુઆત કરી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ઓમ શાંતિ સ્કુલની સામે મુકવાથી શાળા-કોલેજ આવતા વિદ્યાર્થીને સુભાષચંદ્ર બોઝના આદર્શ વિચારોથી પ્રેરણા મેળવવા આતુર રહેશે. અને નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવાથી મોરબી શહેરની સુંદરતાને ચાર ચાંદ લાગશે. જેથી જનરલ બોર્ડની મિટીંગમાં આ દરખાસ્ત ધ્યાને લઈને મંજુરી આપવા અંગે રજુઆત કરી હતી.
જ્યારે તા.30 માર્ચ 2021ના રોજ મોરબીની ઓમ શાંતિ સ્કુલની સામેના મેદાનમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા અંગે મંજુરી મળી ગય હતી. પરંતુ આ પ્રતિમા મુકવા અંગે અમુક લોકોએ વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મોરબી ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોરબીના શનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલની સામે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા અંગે અમુક લોકોએ વિરોધ કર્યો છે. અને આ અંગે કોણ લોકોએ વિરોધ નોંધાવ્યો તે અંગે આરટીઆઈ કરતા પ્રતિમાનો વિરોધ કરનાર લોકોનું લિસ્ટ મળ્યું હતું. જેમાં 53 જેટલા લોકોની સહી કરવામાં આવી છે. અભણ હોવા છતાં વિરોધ નોંધાવનાર વ્યકિતની અંગ્રેજીમાં સહીઓ કરાઈ છે. અને જ્યારે આ 53 લોકોને મળ્યા બાદ તેમને પ્રતિમા સામે વિરોધ નથી તેમ જણાવ્યું હતું. સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા અંગે પોતાના અંગત સ્વાર્થ માટે લોકોને ભડકાવી અને ખબર બહાર સહીઓ કરાવી હોવાનું સામે આવ્યું છે. અંતમા રાધેભાઈ પટેલે ભારત દેશને આઝાદી આપનાર ક્રાંતિકારીની 6 ફૂટની જગ્યાનો આપી શકાય તો તે શરમ જનક વાત કહેવાય અને 410 દિવસથી યુવાનો પ્રતિમા મુકવા માટે લડાઈ લડી રહ્યા છે તેમ અંતમાં તેમણે ઉમેર્યું હતું.