મોરબીમાં મનશ્રી હોસ્પિટલનો તા.૩જી ઓક્ટોબરથી પ્રારંભ: મગજ, માનસિક રોગ તથા વ્યસનમુક્તિની સારવાર આપવામાં આવશે

મોરબી: મોરબીના રામ ચોક પાસે સાવસર પ્લોટ મેઈન રોડ પર કગથરા સર્જીકલ હોસ્પિટલ ઉપર મનશ્રી ન્યુરોસાઈકીયાટ્રી હોસ્પિટલનો આગામી તા.3 ઓક્ટોબરથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અહીં મગજ, માનસિક, મનોશારીરિક, મનોજાતિય રોગ તથા વ્યસનમુક્તિની શ્રેષ્ઠ અને સચોટ માર્ગદર્શન સાથે સારવાર મળશે તેમજ દર્દીઓની સગવડતા માટે મોબાઈલ નંબર 8980707525 ઉપર સંપર્ક કરી એપોઈન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે.અહીં નિષ્ણાંત ડો. ભાવેશ પટેલ- M.D( સાઇકીયાટ્રી) દ્વારા સારવાર આપવામાં આવશે.
જેમાં ઉદાસી, કોઈપણ કાર્યમાં રસ ન રહેવો, આત્મવિશ્વાસનો અભાવ, નકારાત્મક વિચારો, કારણ વગર સતત ચિંતા રહેવી, ગભરામણ, મુંજારો, શ્વાસ રૂંધાવો, ચકકર આવવા, કંઈક અજુગતુ થઈ જવાનો ડર, ભીડવાળી જગ્યા, ઉંચાઈ, મુસાફરી વગેરેનો ડર, વહેમ, શંકા કરવી, એકલા એકલા બોલવું, સમજ ના પડે તેવું બોલવું, કાલ્પનીક અવાજો સંભળાવા, અતિશય આક્રમક ગુસ્સો, ચિડીયાપણું, અચાનક વર્તન તથા લાગણીમાં ફેરફાર, એકને એક વિચારો, ચિત્રો મગજમાં વારંવાર આવવા જેથી માનસિક ત્રાસનો અનુભવ કરવો, એકને એક ક્રિયા વારંવાર કરવી વગેરે જેવી બીમારી ની સારવાર આપવામાં આવશે.

કોઈપણ દેખીતા કારણ વગર અનુભવાતી શારીરિક તકલીફ જેમ કે શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવા, બળતરા, ઝણઝણાટ, ખાલી ચડવી, પેટમાં દુખાવો તથા ભારે રહેવું, એસીડીટી, વધુ પડતો થાક લાગવો, નબળાઈ તેમજ દારૂ, બીડી, સીગારેટ, ગાંજો, અફીણ તથા અન્ય દ્રવ્યો વગેરે, વ્યસન તુરંત છોડ્યા બાદ અનુભવાતી સમસ્યા જેવી કે માથું તથા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો, ઝણઝણાટ,ખોરાકમાં ફેરફાર વગેરેનુ સચોટ માર્ગદર્શન સાથે સારવાર મળશે.

સ્કુલે જવામાં ડર, એકાગ્રતા ન રહેવી, એક જગ્યાએ બેસી ન રહેવું, અતિશય ક્રિયાશીલ, તોફાનો, અભ્યાસમાં પાછળ, ચોરી કરવી, વારંવાર ખોટુ બોલવું, મેન્ટલ રીર્ટાડેશન વગેરે જેવી સમસ્યા તથા શીધ્રપતન, ઈન્દ્રીયોની નબળાઈ, સેકસ પ્રત્યે અણગમો તથા ડર, ઈન્દ્રીયની ઉતજેનાનો અભાવ જેવી સમસ્યા, અનિદ્રા, નિંદ્રામાં અસંતોષ, ઉંઘમાં ચાલવું, ચીસો પાડવી, બીહામણા સપનાઓ, માથાનો દુખાવો, આધાશીશી, માથું ભારે લાગવું, માથામાં બળતરા થવી, હિસ્ટેરીયા, વાઈ, તાણ, આંચકી, મગજની ઈજા બાદ થતી માનસિક સમસ્યા, અલ્ઝાઈમર્સ, યાદ ન રહેવું, વર્તનમાં ફેરફાર વગેરે માટે સચોટ માર્ગદર્શન તથા સારવાર ઉપલબ્ધ છે.

જ્યારે આ હોસ્પિટલમાં બ્રિફપલ્સ (E.C.T. ), વ્યસન મુક્તિ કેન્દ્ર, બિહેવીયર થેરાપી, ચાઈલ્ડ ગાઈડન્સ કિલનીક, સાયકોથેરાપી, કપલ થેરાપી,સેક્સ એજ્યુકેશન, કાઉન્સેલીંગ જેવી સુવિધા તથા સારવાર આપવામાં આવશે.
