મોરબી: CSR યોજના અંતર્ગત પાર્લરના તાલીમ વર્ગોની મોરબી શહેર જિલ્લામાં ભવ્ય અને શુભ શરૂઆતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે અપના પરિવાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંપૂર્ણ સહયોગથી આજીવિકા કેન્દ્ર દ્વારા સિલાઈકામની સંપૂર્ણ તાલીમ માટેના વર્ગો ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે.
જેમાં લાભાર્થી બહેનોને નવું બ્રાન્ડેડ સિલાઈ મશીન, સંપૂર્ણ ઉપયોગી કીટ, કટીંગ ટેબલ, કાપડ, સહિતનું મટીરિયલ તદ્દન રાહતદરે આપીને તાલીમ તદ્દન ફ્રી (નિઃશુલ્ક)માં માન્યતાપ્રાપ્ત સર્ટિફિકેટ સાથે આપવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે હેલ્પલાઇન 9726501810.પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.