મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં રહેતા શ્રમિક યુવક બીલ્ડીંગ ઉપરથી પડતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામ ખાતે પેટ્રોલપંપ સામે સેજ સીરામીક યુનિટમાં રહેતા નરેન્દ્રભાઈ ભૈયારામ લોધી (ઉ.વ.૨૫) ગઇકાલે બીલ્ડીંગ ઉપરથી નીચે પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. મૃતકની લાશને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.