મોરબીમાં બાવળની કાંટમાથી 167 નંગ બીયર ટીન સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના કુલીનગર -૦૧ મા આવેલ જીનના વરંડા નજીક બાવળની કાંટમાથી ૧૬૭ નંગ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા કુલીનગર -૦૧મા રહેતો આરોપી જાવેદભાઈ રફીકભાઈ મેમણે મોરબીના કુલીનગર -૦૧ મા આવેલ જીનના વરંડા નજીક બાવળની કાંટમા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૧૬૭ કિં.રૂ. ૧૬,૭૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.