મોરબીમાં અમદાવાદ એસીબી ટીમે કાર્યવાહી કરી લાંચ લેતા મોરબીના પ્રાંત અધિકારીનો ક્લાર્ક નિર્મળ ખુગલાને ઝડપી લીધો છે. મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે નિર્મળ ખુગલાએ રૂ.75 હજારની લાંચ માંગી હતી. મોરબી એસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.