આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા નાત શરીફ, વાયઝ શરીફ, ન્યાઝ શરીફ, સહિતના કાર્યક્રમો યોજાયા
(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમા આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કોમી એકતાના પ્રતિક હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાત શરીફનાં મશહૂર શબ્બીર ચિશ્તી નાત શરીફ પેસ કરેલ તેમજ શહેરના કાલિકા પ્લોટનાના મૌલાના અયુબ બાપુ બુખારીએ વાયેઝ શરીફ ફરમાવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે આશીકાને મૌલા અલી ગ્રુપના કાર્યકરો તેમજ પ્રધાનમંત્રી આવાસનાં કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ બિરાદરો ખુબ મોટીસંખ્યામાં જોડાયા હતા.
